હરિયાણાના હિસાર ખાતે ટૂંક સમયમાં વિમાનમથક કાર્યરત થશે. આ માટે ભારતીય વિમાનમથક સત્તામંડળ દ્વારા મંજુરી આપવામાં આવી છે. હરિયાણાના નાગરિક ઉડ્ડયન મંત્રી વિપુલ ગોયલે જણાવ્યું હતું કે હિસારથી અમદાવાદ, અયોધ્યા, જયપુર, અને દિલ્હીના ઉડ્ડયનો શરૂ કરાશે.
ઉલ્લેખનીય છે કે હરિયાણા સરકારે હિસાર વિમાનમથક માટે 503 કરોડ રૂપિયાના ખર્ચે પેસેન્જર ટર્મિનલ બાંધવાની કામગીરી હાથ ધરી છે.