રાજ્યના વન વિભાગે ગ્રીન કવર વધારવા કચ્છ સૌરાષ્ટ્ર સહિતના બધા જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઈવે પર રોડની બંને બાજુની તેમજ અન્ય ખાલી જગ્યાઓએ અંદાજે 7.63 લાખ રોપા વાવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગે આ રોપા વાવેતર અંગે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સાથે ગાંધીનગરમાં સમજૂતી કરાર કર્યા.
આ યોજનાના અમલથી પરિસ્થિતી વિજ્ઞાન અને પર્યાવરણ સુરક્ષાની સાથે સાથે ટકાઉ વિકાસ લક્ષ્યોને પણ હાંસલ કરી શકાશે.
Site Admin | જુલાઇ 30, 2025 7:06 પી એમ(PM)
હરિત આવરણ વધારવા જિલ્લાઓમાં માર્ગની બંને બાજુ 7 લાખથી વધુ રોપા વાવવામાં આવશે.