ઓક્ટોબર 21, 2025 9:18 એ એમ (AM)

printer

“હમ અંગ્રેજ કે જમાને કે જેલર હૈ” ફેમ પીઢ અભિનેતા ગોવર્ધન અસરાનીનું ગઈકાલે મુંબઈમાં નિધન

પીઢ અભિનેતા ગોવર્ધન અસરાનીનું ગઈકાલે મુંબઈમાં ૮૪ વર્ષની વયે નિધન થયું. તેમણે ગઇકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા. અસરાનીનું હિન્દી સિનેમામાં ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ મહત્વનુ યોગદાન રહ્યું છે. શ્રી અસરાનીનું ગુજરાતી ફિલ્મનું એક ગીત હું અમદાવાદનો રિક્ષા વાળો ખૂબ જ પ્રખ્યાત થયું હતું.