મે 14, 2025 9:06 એ એમ (AM)

printer

હમાસ પર કરેલા ઇઝરાયલી હવાઈ હુમલામાં 28 લોકોના મોત

ખાન યુનિસમાં યુરોપિયન હોસ્પિટલમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં 28 લોકો માર્યા ગયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. હમાસ સંચાલિત નાગરિક સંરક્ષણ એજન્સીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી યુદ્ધ વિમાનોએ હોસ્પિટલ પર એક સાથે છ બોમ્બ ફેંક્યા હતા, ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, તેણે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરમાં હમાસના આતંકવાદીઓને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.