હડપ્પીય સંસ્કૃતિ ધરાવતા લોથલમાં ભેખડ ધસી પડતાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી અને ગાંધીનગરથી માટીના સેમ્પલ લેવા માટે બે મહિલા અધિકારીઓ લોથલ ગઇ હતી જ્યાં અચાનક ભેખડ ધસી પડતાં બંને મહિલાઓ દટાઇ હતી. તેમને બચાવ કામગીરી કરાતાં દિલ્હીની એક મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગાંધીનગરની મહિલાને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેની સારવાર ચાલી રહી છે. બગોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર ગણાતા લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
Site Admin | નવેમ્બર 27, 2024 7:12 પી એમ(PM) | લોથલ
હડપ્પીય સંસ્કૃતિ ધરાવતા લોથલમાં ભેખડ ધસી પડતાં એક મહિલાનું મોત થયું
