જાન્યુઆરી 16, 2026 9:29 એ એમ (AM)

printer

હજ યાત્રાળુઓના રજીસ્ટ્રશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 25મી જાન્યુઆરી સુધી મુદત લંબાવાઇ

લઘુમતી બાબતોના મંત્રાલયે હજ યાત્રાળુઓના રજીસ્ટ્રશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 25મી જાન્યુઆરી સુધી મુદત લંબાવી છે.હજ યાત્રિકોની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે વધારાનો સમય માંગતી રજૂઆતો મળ્યા બાદ મંત્રાલયે આ મુદત લંબાવી છે.
તેના નિવેદનમાં, મંત્રાલયે જાહેરાત કરી કે આ મહિનાની 25મી તારીખ સુધી એક વખતનો અંતિમ લંબાવાયો છે, અને સ્પષ્ટતા કરી છે કે કોઈપણ સંજોગોમાં વધુ કોઈ લંબાવાશે નહીં.