માર્ચ 22, 2025 8:32 એ એમ (AM)

printer

સ્વિસ ઓપન બેડમિન્ટનમાં ભારતની જોડી મહિલા ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી

સ્વિસ ઓપન બેડમિન્ટનમાં ભારતની ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ મહિલા ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગયા. સ્વિટ્ઝર્લૅન્ડના બાસેલમાં રમાઈ રહેલી મેચોમાં, કોમનવેલ્થ ગેમ્સની કાંસ્યચંદ્રક વિજેતા ત્રિસા અને ગાયત્રીએ હોંગકોંગ અને ચીનની આઠમી ક્રમાંકિત જોડી, યેંગ નગા ટિંગ અને યેંગ પુઈ લામને 21-18, 21-14 થી પરાજય આપ્યો હતો. સેમિફાઇનલમાં તેમનો મુકાબલો પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના લિયુ શેંગશુ અને ટેન નિંગ સામે થશે.
જ્યારે પુરુષોની સિંગલ્સમાં, ભારતના શંકર સુબ્રમણ્યમનો ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવ સામે 21-10, 21-14 થી પરાજય થયો હતો. અન્ય તમામ ભારતીય ખેલાડીઓ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ હારીને ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગયા છે.