સ્વિટ્ઝર્લૅન્ડમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વેલેસ કેન્ટનમાં ક્રેન્સ-મોન્ટાના સ્કી રિસોર્ટમાં એક બારમાં વિસ્ફોટ અને આગમાં લગભગ 40 લોકો માર્યા ગયા હતા અને 115 ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સાયન અને અન્ય શહેરોની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે બચાવ ટીમો હેલિકોપ્ટર અને એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
વેલેસ કેન્ટન પોલીસ કમાન્ડર ફ્રેડરિક ગિસ્લરે જણાવ્યું હતું કે પીડિતોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારોને જાણ કરવામાં આવી રહી છે. અધિકારીઓ કારણની તપાસ કરી રહ્યા છે પરંતુ હુમલાની શક્યતાને નકારી કાઢી છે. સ્વિસ રાષ્ટ્રપતિ ગાય પરમેલિને નવા વર્ષનું સંબોધન મુલતવી રાખી પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી
Site Admin | જાન્યુઆરી 2, 2026 8:42 એ એમ (AM)
સ્વિટ્ઝર્લૅન્ડમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વેલેસ કેન્ટનમાં એક રિસોર્ટના બારમાં વિસ્ફોટ અને આગમાં લગભગ 40 લોકો માર્યા ગયા અને 115 ઘાયલ થયા