સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે ચાલી રહેલા વલર્ડ ઈકોનોમી ફોરમમાં ભારત માંથી અનેક રાજ્યના મંત્રીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે ઓમાનના નાયબ વડા પ્રધાનના આર્થિક સલાહકાર ડૉ. સૈયદ મોહમ્મદ અહેમદ અલ સાકરીને મળ્યા. મંત્રીએ જણાવ્યું કે, ચર્ચાઓ સૌર મોડ્યુલ, ઇલેક્ટ્રોલાઇઝર અને ગ્રીન હાઇડ્રોજન માટે ઉત્પાદન અને નિકાસ તકો પર સંયુક્ત સહયોગ પર કેન્દ્રિત હતી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક ગુજરાતના નાયબ મુખ્મયંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પહોંચેલા ગુજરાતના પ્રતિનિધિ મંડળનું મિલાન ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. દાવોસ ખાતેની આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાતના વિકાસનો રોડમેપ રજૂ કરીને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટેની ચર્ચા કરશે. હર્ષ સંઘવીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. મહારાષ્ટ્ર સરકારે ગઈકાલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટના શરૂઆતના દિવસે ૧૪.૫ લાખ કરોડ રૂપિયાના રોકાણ સમજૂતી કરાર (MoU) મેળવ્યા છે.હસ્તાક્ષર કરાયેલા ૧૯ MoU વિવિધ ક્ષેત્રોમાં ૧૫ લાખથી વધુ નોકરીઓનું સર્જન થશે.
Site Admin | જાન્યુઆરી 20, 2026 10:10 એ એમ (AM)
સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે ચાલી રહેલા વલર્ડ ઈકોનોમી ફોરમમાં ભારતમાંથી અનેક રાજ્યના મંત્રીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે