જાન્યુઆરી 19, 2026 9:39 એ એમ (AM)

printer

સ્વિટઝરલેન્ડના દાઓસમાં યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં નાયબ મુખ્યમંત્રી ગુજરાતના વિકાસનો રોડમેપ રજૂ કરશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં સહભાગી થવા રવાના થયા હતાં. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વૈશ્વિક મંચ પર ટીમ ગુજરાત ‘વિકસિત ગુજરાત’નો રોડમેપ અને મજબૂત ઇન્ડસ્ટ્રિયલ લેગેસી રજૂ કરશે, તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્તુત કરશે.નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાઓસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) 2026માં ભાગ લેવા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રવાના થયું હતું. આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી આગામી ચાર દિવસમાં વિવિધ મહત્વની બેઠકોમાં ભાગ લેશે.