રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ એક શાશ્વત, સ્વપ્નદ્રષ્ટા અને આધ્યાત્મિક વ્યક્તિત્વ હતા. તેમણે ભારતના શાશ્વત જ્ઞાનને વિશ્વમાં ફેલાવ્યું.
ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, સ્વામી વિવેકાનંદનું જીવન અને ઉપદેશો આંતરિક શક્તિ, સ્વ-શિસ્ત અને નિઃસ્વાર્થ સેવાને હેતુપૂર્ણ જીવનના આધારસ્તંભ તરીકે ભાર મૂકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ ભારતના યુવાનો માટે પ્રેરણાના શક્તિશાળી સ્ત્રોત છે. સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ અને કાર્ય સતત વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી કે આ પવિત્ર પ્રસંગ તમામ દેશવાસીઓ, ખાસ કરીને યુવાનો માટે નવી શક્તિ અને નવો આત્મવિશ્વાસ લાવે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે, સ્વામી વિવેકાનંદના વિચારો, જે લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ન રોકાવાનો સંદેશ આપે છે, તે યુવાનોમાં ફરજ અને દેશભક્તિની ભાવના જાગૃત કરી રહ્યા છે .મંત્રીએ કહ્યું કે, રામકૃષ્ણ મિશન દ્વારા, સ્વામી વિવેકાનંદે સમાજ સેવાના આદર્શો પણ સ્થાપિત કર્યા.
Site Admin | જાન્યુઆરી 12, 2026 3:16 પી એમ(PM)
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલી અર્પી.