“સ્વસ્થ મહિલા, સશક્ત પરિવાર અભિયાન” હેઠળ ભારતને ત્રણ ગિનિસ વિશ્વ વિક્રમ મળ્યા છે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલેલા આ અભિયાનમાં અભૂતપૂર્વ સમુદાય ભાગીદારી જોવા મળી.આ પહેલે અનેક રેકોર્ડ બનાવ્યા, જેમાં એક જ મહિનામાં 32.1 કરોડથી વધુ લોકોએ આરોગ્યસંભાળ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી. એક અઠવાડિયામાં નવ લાખ 94 હજારથી વધુ મહિલાઓએ ઓનલાઈન સ્તન કેન્સર સ્ક્રીનીંગ માટે નોંધણી કરાવી, જે વિક્રમજનક છે.વધુમાં, રાજ્ય સ્તરે, એક અઠવાડિયામાં એક લાખ 25 હજાર લોકોએ ખાસ સ્ક્રીનીંગ માટે ઓનલાઈન નોંધણી કરાવી, જે એક રેકોર્ડ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, 20થી વધુ મંત્રાલયોએ આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો, જેમાં કેન્દ્ર સરકારની સંસ્થાઓ, મેડિકલ કોલેજો અને ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ સિદ્ધિઓ ભારતના સામૂહિક પ્રયાસોનો પુરાવો છે.
Site Admin | નવેમ્બર 1, 2025 7:43 એ એમ (AM)
સ્વસ્થ મહિલા, સશક્ત પરિવાર અભિયાન” હેઠળ ભારતને ત્રણ ગિનિસ વિશ્વ વિક્રમ મળ્યા