કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ કહ્યું, સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાને છ કરોડ 50 લાખ મહિલાઓની તપાસનો ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યો છે. તેમણે કહ્યું કે, દેશભરમાં લગભગ 18 લાખ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.
બે અઠવાડિયા લાંબા આ અભિયાનનો પ્રારંભ 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયો હતો અને બીજી ઓકટોબરે પૂર્ણ થયું. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી નડ્ડાએ કહ્યું કે આ અસાધારણ સિદ્ધિ મજબૂત પરિવારો અને સમૃદ્ધ સમુદાયોના હૃદયમાં મહિલા સ્વાસ્થ્યને સ્થાન આપવાના દેશના સામૂહિક સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.
Site Admin | ઓક્ટોબર 4, 2025 3:40 પી એમ(PM)
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સાડા છ કરોડથી વધુ મહિલાઓની તપાસ કરાઇ
