પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ થયેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસમાં 30 હજાર 219 થી વધુ સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પ યોજાયા.રાજ્યમાં અભિયાન હેઠળ ત્રણ દિવસમાં 15 લાખથી વધુ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો છે. સાથે જ 42 હજારથી વધુ આયુષ્માન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે. ગઈકાલે 10 હજારથી વધુ કેમ્પનું રાજ્યની સબ સેન્ટરથી લઈ મેડિકલ કોલેજમાં રાજ્યવ્યાપી આયોજન કરાયું હતું. ત્રણ દિવસમાં સાત લાખથી વધુ લોકોનું બ્લડપ્રેશર, છ લાખથી વધુ લોકોના ડાયાબિટીસ અને ચાર લાખથી વધુ લોકોની સર્વાઇકલ કેન્સરની તપાસ કરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 20, 2025 10:44 એ એમ (AM)
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ રાજ્યમાં 30 હજારથી વધુ આરોગ્ય ચકાસણી શિબિરો યોજાઇ
