ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 17, 2025 2:18 પી એમ(PM)

printer

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો મધ્યપ્રદેશના ધારથી આરંભ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી રાષ્ટ્રવ્યાપી સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અને 8મા રાષ્ટ્રીય પોષણ મહા અભિયાનનો આરંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું આ નવું ભારત કોઇની પરમાણુ ધમકીથી ડરશે નહીં.
તેમણે ‘આદી સેવા પર્વ’નું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી ધાર જિલ્લાના ભૈન્સોલા ગામમાં ભારતના પ્રથમ ‘પીએમ મિત્ર પાર્ક’નું પણ ખાતમુહૂર્ત કર્યું. આ પાર્ક મધ્યપ્રદેશના કાપડ ઉદ્યોગને નવો વેગ આપશે અને યુવાનો માટે અંદાજે ત્રણ લાખ નવી રોજગારીની તક ઉભી કરશે.