ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 30, 2025 10:03 એ એમ (AM)

printer

સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રાત્સાહિત કરનારા ઉદ્યોગોને સરકાર તરફથી પ્રોત્સાહિત કરવામાં આવે તેવું રાજ્યના ઉદ્યોગગૃહોનું સૂચન

સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રાત્સાહિત કરનારા ઉદ્યોગોને સરકાર તરફથી પ્રોત્સાહિત કરવામાં આવે તેવું સૂચન રાજ્યના ઉદ્યોગગૃહો દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવ્યું હતું. ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જી.એસ.ટી. રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ અંગે રાજ્યના ઉદ્યોગ-વેપાર સંગઠનો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં 225 જેટલા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને 3 હજાર 500થી વધુ વેપારીઓ-ઉદ્યોગકારો વિડીયો કોન્ફરન્સમાં સહભાગી થયા.નાણામંત્રી ઉદ્યોગમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ વિડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ સ્વદેશી અભિયાનને બળવત્તર બનાવવા ઉદ્યોગગૃહા સંગઠનોને અપીલ કરી હતી.જી.એસ.ટી. સુધારાઓ વિકસિત ભારતના સંકલ્પને વેગ આપવા સાથે ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવવામાં ઉપયુક્ત થશે તેવો પણ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.