મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી અંગે લોકોમાં જનચેતના જાગે તેવા ઉદ્દેશથી સમગ્ર દેશમાં “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન”નો પ્રારંભ થયો હોવાનું જણાવ્યું. ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય્ શ્રી કમલમ્ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સાથે પત્રકાર પરિષદમાં શ્રી પટેલે આગામી 28 સપ્ટેમ્બર સુધી યોજાનારા અભિયાન હેઠળ થનારી કામગીરી માહિતી આપી. તેમજ સ્વદેશી અભિયાનને જનઆંદોલન બનાવવા આહ્વાન કર્યું.
દરમિયાન શ્રી પાટીલે કહ્યું, અભિયાન દરમિયાન ઘરે-ઘરે સ્વદેશીનો સંદેશ પહોંચાડાશે.