નવેમ્બર 16, 2025 2:06 પી એમ(PM)

printer

સ્વતંત્ર અને જવાબદાર પ્રેસની ભૂમિકાને બિરદાવવા આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી.

સ્વતંત્ર અને જવાબદાર પ્રેસની ભૂમિકાને બિરદાવવા આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
દર વર્ષે 16 નવેમ્બરે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સ્થાપના દિવસની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1966થી પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક સ્વતંત્ર નૈતિક નિરીક્ષક તરીકે કાર્ય કરે છે.
આજનો દિવસ દેશમાં લોકશાહીને મજબૂત બનાવવામાં પ્રેસની મહત્વપૂર્ણ ભૂમિકાની યાદ અપાવે છે.આ વર્ષની થીમ વધતી જતી ખોટી માહિતી વચ્ચે પ્રેસની વિશ્વસનીયતાને સુરક્ષિત રાખવા પર કેન્દ્રિત છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.