સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા 1 હજાર 37 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા છે. તેલંગાણા પોલીસના હેડ કોન્સ્ટેબલ ચડુવુ યાદૈયાને વીરતા માટેનો રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાયો હતો.
ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વીરતા મેડલ માટે 213 જવાનોની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વિશિષ્ટ સેવા માટેના 94 રાષ્ટ્રપતિ મેડલમાંથી પોલીસને 75, 8 અગ્નિશમન દળને, નાગરિક સુરક્ષા અને હોમગાર્ડને 8 અને સુધારાના કાર્યો માટે 3 મેડલ એનાયત કરાયા.
રાષ્ટ્રપતિ મેડલ વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે, જ્યારે ફરજ પ્રત્યેની નિષ્ઠા માટે મેરીટોરીયસ મેડલ આપવામાં આવે છે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 8:40 પી એમ(PM)
સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા 1 હજાર 37 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા
