ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2025 2:35 પી એમ(PM)

printer

સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના લાલ કિલ્લા ખાતે આવતીકાલે રાષ્ટ્રીય ઉજવણી થશે.

સમગ્ર દેશ આવતીકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચિર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રને સંબોધિત કરશે.
વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સરકારના લક્ષ્યાંકને સુસંગત આ વર્ષે સ્વતંત્રતા દિવસ સમારોહનો વિષય “નયા ભારત” છે. નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને જગાડવા અને ઑપરેશન સિંદૂરના વિજયની ઉજવણી કરવા સ્વતંત્રતા દિવસ સમારોહની સાંજે પહેલી વાર દેશભરમાં અનેક બૅન્ડ પ્રસ્તૂતિ રજૂ કરાશે.