ઓગસ્ટ 15, 2025 11:33 એ એમ (AM)

printer

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રેલ્વે સુરક્ષા દળ અને રેલ્વે સુરક્ષા વિશેષ દળના અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે ચંદ્રકો અર્પણ કર્યા

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રેલ્વે સુરક્ષા દળ અને રેલ્વે સુરક્ષા વિશેષ દળના અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે બે રાષ્ટ્રપતિ ચંદ્રકો અને પંદર પ્રશંસનીય સેવા ચંદ્રકો અર્પણ કર્યા.સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના કુલ ૧૦૯૦ કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૩૩ કર્મચારીઓને શૌર્ય ચંદ્રકો, ૯૯ કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને ૭૫૮ કર્મચારીઓને પ્રશંસનીય સેવા ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.