જુલાઇ 17, 2025 7:12 પી એમ(PM)

printer

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં સ્વચ્છ શહેરોની શ્રેણીમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતનું અમદાવાદ દેશભરમાં પ્રથમ ક્રમે

સ્વચ્છ શહેરોની અલગ અલગ પાંચ શ્રેણીમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતનું અમદાવાદ પ્રથમ ક્રમે રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, શહેરના મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરને આ પુરસ્કાર એનાયત કર્યો.અમદાવાદ મહાનગર પાલિકાની ખાસ નીતિઓને પરિણામે અમદાવાદે આ અવ્વલ સ્થાન હાંસલ કર્યું છે.