સ્વચ્છ ભારત મિશન નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત, બીજી ઓક્ટોબરનાં રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી માટે 14 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 6થી 9 સપ્ટેમ્બર દરમિયાન સ્વચ્છતા વોક યોજાશે, 10 થી 13 સપ્ટેમ્બર દરમિયાન ‘બ્લેક સપોર્ટની ઓળખ’ ની કામગીરી કરવામાં આવશે. 14 થી 21 સપ્ટેમ્બર સુધી દરેક સરકારી કચેરી, શાળાઓ, કોલેજોમાં સ્વચ્છતાના શપથ લેવડાવવા અને મહાસફાઈ શ્રમદાન ઝૂંબેશ પણ યોજાશે. 18 અને 19 સપ્ટેમ્બરના રોજ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત સફાઈ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપનું આયોજન છે. 20, 21 સપ્ટેમ્બરના રોજ રીડ્યુસ, રીયુઝ અને રિસાયકલ અંગેના વર્કશોપમાં વેસ્ટમાંથી બેસ્ટ કમ્પોસ્ટ બનાવવાની તાલીમ યોજવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 10:34 એ એમ (AM)
સ્વચ્છ ભારત મિશન નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત, બીજી ઓક્ટોબરનાં રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી માટે 14 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું
