સ્વચ્છ અને ટકાઉ વિકાસમાં પવન ઊર્જાની શક્તિની ઉજવણી કરવા માટે આજે વૈશ્વિક પવન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતમાં નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય માર્ચ 2025 સુધીમાં 50 ગીગાવોટ પવન ઊર્જા હાંસલ કરવામાં ભારતની સફળતાને પ્રકાશિત કરવા માટે આજે સવારે 9 વાગ્યાથી બેંગલુરુમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમ ગ્રામીણ વિકાસ, હરિયાળી નોકરીઓ અને આબોહવા સ્થિતિસ્થાપકતામાં પવન ઊર્જાની ભૂમિકાને પણ પ્રકાશિત કરશે. કેન્દ્રીય નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી, રાજ્યમંત્રી શ્રીપદ યેસો નાઇક અને સચિવ સંતોષ કુમાર સારંગી આ કાર્યક્રમને સંબોધિત કરશે.
Site Admin | જૂન 15, 2025 9:24 એ એમ (AM)
સ્વચ્છ અને ટકાઉ વિકાસમાં પવન ઊર્જાની શક્તિની ઉજવણી કરવા માટે આજે વૈશ્વિક પવન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
