ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 25, 2025 6:59 પી એમ(PM)

printer

સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત રાજ્યભરમાં સફાઈ હાથ ધરાઈ.

સ્વચ્છતા હી સેવા પખવાડિયા હેઠળ રાજ્યભરમાં સફાઈ કામગીરી થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદનાં નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન કરીને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું. ’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં એક હજાર 877 મેટ્રીક ટનથી વધુ કચરાનો નિકાલ કરાયો છે. શહેરના પાંચ હજાર 495 જેટલા માર્ગ અને ત્રણ હજારથી વધુ રહેણાંક વિસ્તારમાં સફાઈ ઝૂંબેશ હાથ ધરાઈ. અત્યાર સુધી શહેરના બે લાખથી વધુ નાગરિકોએ સ્વૈચ્છિક યોગદાન આપ્યું.
સાબરકાંઠાના પ્રાંતિજમાં ‘એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન’ અંતર્ગત જિલ્લા પ્રભારી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં શ્રમદાન કાર્યક્ર્મ યોજાયો.
નવસારીમાં ખડસુપા ગામ, ચીખલીના સમરોલી, જલાલપોરના વેસ્મા-સડોદરા, વાંસદાના ચોંઢા અને ખેરગામના બહેજ ગામમાં આજે “મહા શ્રમદાન દિવસ” મનાવાયો.
જામનગરમાં જોડિયાના બાલાચડી દરિયાકાંઠાએ ‘સ્વચ્છતા અભિયાન’ હાથ ધરાયું.
પંચમહાલમાં હાલોલ તાલુકાના કણજરી ખાતે ગ્રામજનોએ સફાઈ કરી તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયાં.
ડાંગના આહવા, સુબીર અને સાપુતારામાં શ્રમદાન કાર્યક્રમ યોજાયા. આહવા એસ.ટી ડેપો વર્કશોપ ખાતે વૃક્ષારોપણ પણ કરાયું.
ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું, હાલમાં સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે, ત્યારે રાજ્યમાં મેદાન ધરાવતી 41 હજાર શાળામાં “એક પેડ માં કે નામ અભિયાન”ના બીજા તબક્કા હેઠળ 38 લાખ વૃક્ષ વાવવાનું આગામી સમયમાં પૂર્ણ કરાશે.