સ્પેસએક્સ અને નાસાએ અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પાછા લાવવા માટે એક મિશન શરૂ કર્યું છે. સુનિતા અને બુચ નવ મહિનાથી સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. ક્રૂ-૧૦ મિશન પર ડ્રેગન અવકાશયાનને લઈ જતું ફાલ્કન-નાઈન રોકેટ ગઈકાલે રાત્રે લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ મિશન હેઠળ ચાર ક્રૂ સભ્યોને પણ સ્પેસ સ્ટેશન મોકલવામાં આવ્યા છે. નાસાના અવકાશયાત્રીઓ એન મેકક્લેન અને નિકોલ આયર્સ, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના અવકાશયાત્રી તાકુયા ઓનિશી અને રોસકોસ્મોસ અવકાશયાત્રી કિરીલ પેસ્કોવ આ મિશનમાં ગયા છે.
ફોક્સ ન્યૂઝનાં એક અહેવાલ મુજબ પ્રક્ષેપણ પહેલા, અમેરીકાનાં સંરક્ષણ સચિવ પીટ હેગસેથે નાસાના સ્પેસએક્સ ક્રૂ-10 માટે સમર્થનનો એક વિડિઓ સંદેશ શેર કર્યો.
Site Admin | માર્ચ 15, 2025 8:36 એ એમ (AM)
સ્પેસએક્સ અને નાસાએ અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પાછા લાવવા માટે એક મિશન શરૂ કર્યું
