જાન્યુઆરી 21, 2026 1:34 પી એમ(PM)

printer

સ્પેનિશ સમકક્ષ સાથેની વાતચીતમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, આતંકવાદ સહિતના મુદ્દાઓ પર વિશ્વના દેશોનો પારસ્પરિક સહયોગ આજની અનિવાર્ય આવશ્યકતા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે આતંકવાદ સામે લડવા સહિતના મુદ્દાઓ પર વિશ્વના દેશોએ સહયોગ કરવો વર્તમાન સમયમાં અનિવાર્ય આવશ્યકતા બની ગઇ છે. ખાસ કરીને. ડૉ. જયશંકરે આજે નવી દિલ્હીમાં તેમના સ્પેનિશ સમકક્ષ જોસ મેન્યુઅલ આલ્બારેસ બ્યુનો સાથેની વાતચીતના પ્રારંભિક સત્ર દરમિયાન આ મુદ્દા પર ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું કે ભારત અને સ્પેન બંને આતંકવાદનો ભોગ બન્યા છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે વૈશ્વિક વ્યવસ્થામાં સઘન પરિવર્તન આવી રહ્યું છે અને વિશ્વએ આતંકવાદ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતાનો અભિગમ અપનાવવો જરૂરી છે..
ડૉ. જયશંકરે કહ્યું કે ભારત આવતા મહિને નવી દિલ્હીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન કરશે. તેમણે ભાર મૂક્યો કે AI પ્રત્યે ભારતનો અભિગમ માનવ-કેન્દ્રિત, સમાવિષ્ટ અને જવાબદાર અને નૈતિક મૂલ્યો પર કેન્દ્રિત છે, જે યુરોપના અભિગમ સાથે ગાઢ રીતે સુસંગત છે.