ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 30, 2024 2:14 પી એમ(PM)

printer

સ્પેનમાં વિનાશક વાવાઝોડા અને મુશળધાર વરસાદને કારણે અસંખ્ય લોકો ગુમ – અનેકના મોતની આશંકા

સ્પેનમાં મુશળધાર વરસાદ અને કરા તેમજ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, જેના કારણે બહુવિધ પ્રદેશોમાં અચાનક પૂર આવ્યું છે. કેટલાય લોકો ગુમ થયાના અહેવાલ છે અને વાહનવ્યવહાર ખોરવાઇ ગયો છે. ગઈકાલે દક્ષિણપૂર્વ સ્પેનમાં અચાનક પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં અસંખ્ય મૃતદેહો મળી આવ્યા છે.
દક્ષિણપૂર્વ સ્પેન તરફ આગળ વધી રહેલા વાવાઝોડાને કારણે થયેલા મૂશળધાર વરસાદથી શહેરો અને નગરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે.. . સ્પેનની રાજ્ય હવામાન એજન્સીએ દેશના પૂર્વ અને દક્ષિણ ભાગમાં વાવાઝોડા અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે..