સ્પેનમાં, દક્ષિણ ભાગમાં બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે અથડામણમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે, અને ઘણા લોકો ઘાયલ થયા છે.આ ઘટના આદમુઝ શહેર નજીક બની હતી, જ્યારે એક હાઇ-સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને અન્ય ટ્રેક પર જઇ અથડાઈ ગઈ. આ અકસ્માતને કારણે વિરુદ્ધ દિશામાં જતી બીજી ટ્રેન પણ પાટા પરથી ઉતરી ગઈ.બચાવ ટુકડીઓ પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બામાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. 40થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. સ્પેનિશ પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. અધિકારીઓએ અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે.
Site Admin | જાન્યુઆરી 20, 2026 8:16 એ એમ (AM)
સ્પેનમાં, બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે અથડામણમાં ઓછામાં ઓછા 40 ના મોત