ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 14, 2024 2:22 પી એમ(PM)

printer

સ્પેનમાં ગઈકાલે મેડ્રિડમાં હજારો લોકો રસ્તાઓ ઉપર ઉતર્યા હતા

સ્પેનમાં ગઈકાલે મેડ્રિડમાં હજારો લોકો રસ્તાઓ ઉપર ઉતર્યા હતા.. ભાડાના વધતા ભાવો વચ્ચે પોસાય તેવા આવાસની માંગણી સાથે લોકોએ માર્ગો ઉપર કૂચ કર હતી… આ વિરોધ પ્રદર્શનમાં 1 લાખ 50 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
જો કે, સરકારી અંદાજ મુજબ આ સંખ્યા લગભગ 22 હજારની છે.સ્પેન પર્યટનમાંથી થતી આવકને સંતુલિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, મકાન માલિકો પ્રવાસીઓ પાસેથી વધુ ભાડા વસૂલતા હોવાનાકારણે નાગરિકોની ચિંતાઓમાં વધારો થયો છે… ગત જુલાઇમાં, સ્પેનિશ સરકારે ટૂંકા ગાળાના અને મોસમી રજાઓ પરના ક્રેકડાઉનની જાહેરાત કરી હતી.