સ્પીપા, ગાંધીનગર ખાતે આજે “ઓગમેન્ટિંગ પોસ્ટ-હાર્વેસ્ટ ઇકોનોમી” વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાશે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. તેમજ ગુજરાત રાજય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા પોસ્ટ-હાર્વેસ્ટ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્કશોપમાં કૃષિ પેદાશોની લણણી, પેકેજિંગ, સંગ્રહ અને માળખાગત સુવિધાઓ, માર્કેટિંગ અને કન્ઝ્યુમર ટ્રેન્ડ્સ જેવા મુદ્દા પર વિચાર વિમર્શ કરવામાં આવશે.આ ઉપરાંત વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા કૃષિ અને અન્ન પ્રક્રિયા ઉત્પાદનોના સંચાલન, માળખાકીય સુવિધાઓ, સંગ્રહ અને માર્કેટિંગમાં આવતી મુશ્કેલીઓ અને તેના ઉકેલો અંગે પોતાના વિચારો રજૂ કરશે.આ વર્કશોપમાં ગુજરાતના વિવિધ ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs), ઉદ્યોગ નિષ્ણાતો, એગ્રીગેટર્સ, કૃષિ સેવા પ્રદાતાઓ, સ્ટાર્ટઅપ્સ, MSMEs, કૃષિ યુનિવર્સિટીઓ, સ્વ-સહાય જૂથો અને કૃષિ ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે.
Site Admin | માર્ચ 26, 2025 9:43 એ એમ (AM)
સ્પીપા, ગાંધીનગર ખાતે આજે “ઓગમેન્ટિંગ પોસ્ટ-હાર્વેસ્ટ ઇકોનોમી” વિષય પર વર્કશોપ યોજાશે.
