સ્થાનિક શેરબજાર આજે અસ્થિર કારોબારમાં લગભગ સ્થિર રહ્યું, પરંતુ સતત સાતમા સત્રમાં શેરબજાર લીલા નિશાન સાથે બંધ થયું. બૉમ્બે સ્ટૉક એક્સચૅન્જના 30 શૅર ધરાવતો સૂચકાંક 33 પૉઈન્ટ ઉછળી સામાન્ય વધારા સાથે 78 હજાર 17 પર બંધ રહ્યો. જ્યારે નૅશનલ સ્ટૉક ઍક્સચૅન્જનો નિફ્ટી પણ 10 પૉઈન્ટ ઉપર ઉછળી 23 હજાર 669 પર બંધ થયો. નફામાં વધારોથવા છતાં B.S.E. પર વ્યાપક બજાર સૂચકાંકો મોટા નુકસાન સાથે બંધ થયા. જ્યારે મિડ-કૅપ સૂચકાંકમાં એક પૂર્ણાંક એક સુધી ગગડ્યો. તો, સ્મૉલ-કૅપ સૂચકાંકમાં એક પૂર્ણાંક છ ટકાથી વધુનો ઘટાડો થયો છે.
Site Admin | માર્ચ 25, 2025 6:25 પી એમ(PM)
સ્થાનિક શેરબજાર આજે અસ્થિર કારોબારમાં લગભગ સ્થિર રહ્યું, પરંતુ સતત સાતમા સત્રમાં શેરબજાર લીલા નિશાન સાથે બંધ થયું
