નવેમ્બર 25, 2025 10:10 એ એમ (AM)

printer

સ્ટેટ મોનિટરિંગ સેલે કચ્છમાંથી બે અલગ અલગ કેસ કરીને ત્રણ કરોડ કરતાં વધુનો વિદેશી બનાવટનો દારૂ જપ્ત કર્યો

સ્ટેટ મોનિટરિંગ સેલે પશ્ચિમ કચ્છના મુન્દ્રા વિસ્તારમાં ગેરકાયદે IMFL દારૂના મોટા જથ્થાની હેરાફેરીના બે અલગ-અલગ કેસોમાં કાર્યવાહી કરી છે.પ્રથમ કેસમાં, મુન્દ્રા નજીકથી એક ટ્રેલરમાંથી વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે અન્ય કેસમાં મુન્દ્રા પોર્ટ રેલવે સ્ટેશન પાસે કન્ટેનરમાંથી દારુ મળી આવ્યો હતો.આ બને કેસમાં થઇને 3 કરોડ 26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનું સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિક્ષક મયુરસિંહ ચાવડાએ જણાવ્યું હતું.