સ્ટેટ મૉનિટરિંગ સેલે કેફી દ્રવ્યની હેરાફેરી કરતા સમૂહના 10 લોકો સામે ગુજસીટૉક એટલે કે, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સમૂહના મુખ્ય સૂત્રધાર વિશ્વાસ સહિત પાંચ આરોપીની ધરપકડ પણ કરી છે. મૂળ મહારાષ્ટ્રના નંદૂરબારના રહેવાસી આરોપી વિશ્વાસ સામે અત્યાર સુધી 82 ગુના દાખલ કરાયા છે તેમ સ્ટેટ મોનિટરિંગ સેલના SP મયુર ચાવડાએ જણાવ્યું.
Site Admin | નવેમ્બર 21, 2025 7:47 પી એમ(PM)
સ્ટેટ મૉનિટરિંગ સેલે કેફી દ્રવ્યની હેરાફેરી કરતા 10 લોકો સામે ગુનો દાખલ કર્યો