ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં સુરતની ટીમે છમાંથી ત્રણ ખિતાબ જીત્યા છે. જેમાં પુરુષ અને મહિલા ટીમના ખિતાબ સુરતે સતત બીજા વર્ષે હાંસલ કર્યા. ગાંધીધામ ખાતે યોજાયેલી પુરુષોની ફાઇનલમાં સુરતે વડોદરાની ટીમને 3-2થી હરાવી હતી જેમાં અયાઝ મુરાદ, નુતાંશુ દયામા અને દેવર્ષ વાઘેલાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મહિલાઓની ફાઇનલમાં પણ રોમાંચક રહી જેમાં ફ્રેનાઝ છિપીયા, ફિલઝાહ ફાતીમા કાદરી અને આફ્રિન મુરાદે સુરતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું.
Site Admin | ઓક્ટોબર 17, 2025 9:45 એ એમ (AM)
સ્ટેટ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશીપમાં સુરત સતત બીજા વર્ષે વિજેતા