એપ્રિલ 6, 2025 9:47 એ એમ (AM)

printer

સ્ટેટ જીએસટી વિભાગે પાન મસાલાના વેપારીઓ પાસેથી પાંચ કરોડથી વધુ રૂપિયાની કરચોરી ઝડપી

સ્ટેટ જીએસટી વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાન મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડીને પાંચ કરોડથી વધુની કરચોરી પકડી પાડી છે..
સ્ટેટ GST વિભાગે બીજી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત ખાતેના પાન મસાલા અને તમાકુના ઉત્પાદકોના ગોડાઉન તેમજ ઉત્પાદન સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.સ્ટેટ જીએસટી વિભાગે અમદાવાદ, વલસાડ, વાપી, પાલનપુર, ડિસા, હિંમતનગર ખાતે દરોડા પાડીને પાંચ કરોડ રૂપિયાની કરચોરી ઝડપી પાડી હતી..