સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માતા પીઢ શિલ્પકાર રામ સુતારને મહારાષ્ટ્રનાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે રાજ્ય વિધાનસભામાં આ જાહેરાત કરી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે રાજ્ય વિધાનસભામાં આ જાહેરાત કરી.
શ્રી રામ સુતાર પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા છે અને તેમણે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન બનાવી છે, જે 182 મીટર ઉંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ પુરસ્કારમાં 25 લાખ રૂપિયા અને સ્મૃતિચિહ્નનો સમાવેશ થાય છે.
100 વર્ષની ઉંમર ધરાવતા શ્રી સુતાર હજુ પણ મુંબઇમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર કાર્ય કરી રહ્યા છે. અયોધ્યામાં ભગવાન રામની 251 મીટર ઊંચી મૂર્તિ પણ તેમણે જ બનાવી છે.
Site Admin | માર્ચ 20, 2025 7:54 પી એમ(PM)
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માતા પીઢ શિલ્પકાર રામ સુતારને મહારાષ્ટ્રનાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.
