સ્ટાર ભારતીય શટલર્સ પીવી સિંધુ અને લક્ષ્ય સેન આજે સૈયદ મોદી ઈન્ટરનેશનલ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ્યા છે. લખનૌના બાબુ બનારસી દાસ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બંને દિગ્ગજ ખેલાડીઓએ સીધી જીત નોંધાવી હતી. 2021ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજતચંદ્રક વિજેતા લક્ષ્યે પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં દેશબંધુ મીરાબા લુવાંગ મૈસ્નમને 21-8, 21-19થી હરાવ્યા હતા. મહિલાસિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિંધુએ ચીનનાં દાઇ વાંગને 21-15, 21-17થી હરાવ્યા હતા. મિક્સ્ડ ડબલ્સમાં ભારતીય જોડી ધ્રુવ કપિલા અનેતનિષા ક્રેસ્ટોએ મલેશિયાની જોડી લુ બિંગ કુન અને હો લો ઇને હરાવી હતી.
Site Admin | નવેમ્બર 29, 2024 6:12 પી એમ(PM)
સ્ટાર ભારતીય શટલર્સ પીવી સિંધુ અને લક્ષ્ય સેન આજે સૈયદ મોદી ઈન્ટરનેશનલ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ્યા છે
