ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 2, 2024 7:23 પી એમ(PM) | ઇન્ટર્ન તબીબો | રાજ્ય સરકાર

printer

સ્ટાઇપેન્ડના મામલે હડતાળ કરી રહેલા નિવાસી અને ઇન્ટર્ન તબીબોને આવતીકાલે સવારે નવ વાગે ફરજ ઉપર હાજર થવા સરકારનું ફરમાન

રાજ્ય સરકારના સ્ટાઇપન્ડ વધારાના વિરોધમાં આંદોલન કરી રહેલા રેસિડન્ટ અને ઇન્ટર્ન તબીબોને આવતીકાલ સવારે 9 વાગ્યા સુધીમાં પોતાની ફરજ પર હાજર થવા રાજ્ય સરકારે ફરમાન કર્યું છે.

રાજ્ય સરકારે રેસિડન્ટ અને ઇન્ટર્ન તબીબોના સ્ટાઇપન્ડમાં વધારો કર્યો હતો, જેનો તબીબોએ વિરોધ કર્યો હતો. 31મી ઓગષ્ટથી આ તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે. બીજે મેડિકલ કોલેજના ડીન અને નિયામક દ્વારા આ આદેશ અપાયો છે. જો આવતીકાલે સવારે આંદોલન કરી રહેલા તબીબો ફરજ પર હાજન નહીં થાય તો શિક્ષાત્મક પગલાં લેવાનું પણ આ પત્રમાં જણાવાયું છે.