આજે ચેન્નાઈમાં સ્ક્વોશ વિશ્વકપની સેમિફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો વર્તમાન ચેમ્પિયન ઇજિપ્ત સામે થશે. જ્યારે બીજી સેમિફાઇનલમાં હોંગકોંગનો મુકાબલો જાપાન સામે થશે. ઇજિપ્તે ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે ભારતે દક્ષિણ આફ્રિકાને 3-0થી પરાજય આપ્યો હતો. ભારત સતત બીજી વખત સ્ક્વોશ વિશ્વકપના સેમિફાઇનલમાં પહોંચ્યું છે. ભારત અગાઉ 2023માં સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. ટૂર્નામેન્ટમાં ભારતે સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રાઝિલને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 13, 2025 8:27 એ એમ (AM)
સ્ક્વોશ વિશ્વકપની સેમિફાઇનલમાં આજે ભારતીય ટીમનો મુકાબલો વર્તમાન ચેમ્પિયન ઇજિપ્ત સામે થશે