સ્ક્વોશમાં, ભારતની અનાહત સિંહે કેનેડિયન વિમેન્સ ઓપન 2025 ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. ટોરોન્ટોમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં અનાહતે વિશ્વની સાતમી ક્રમાંકિત બેલ્જિયમની ટિન ગિલિસને સીધી ગેમમાં 12-10, 11-9, 11-9થી હરાવી. અનાહત સિંહ આવતીકાલે સેમિફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડની જ્યોર્જીના કેનેડી સામે ટકરાશે. અન્ય સેમિફાઇનલમાં, ઇજિપ્તની અમીના ઓર્ફી આવતીકાલે અમેરિકન અમાન્ડા સોભી સામે ટકરાશે.
Site Admin | ઓક્ટોબર 29, 2025 7:50 પી એમ(PM)
સ્ક્વોશમાં, ભારતની અનાહત સિંહે કેનેડિયન વિમેન્સ ઓપન 2025 ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો