હવામાન વિભાગે આજે રાજ્યના પોરબંદર, જુનાગઢ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા તથા દીવમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપ્યું છે.જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગઇકાલે નવી લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થતા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે.જેને લઈને માછીમારોને આગામી 21 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 10:24 એ એમ (AM)
સૌરાષ્ટ્ અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી