સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયના મનોવિજ્ઞાન વિભાગે મોબાઇલ ફોનના ઉપયોગ વિના રહેવાથી થતી ચિંતાને ઓળખવા માટે એક નવું નોમોફોબિયા મનોવૈજ્ઞાનિક પરીક્ષણ વિકસાવ્યું છે. આ પેપર અને પેન્સિલ પરીક્ષણ, બેટરી ખતમ થવા પર, નેટવર્ક નબળું પડવા પર અથવા ફોન છીનવાઈ જવા પર ગભરાટ જેવા લક્ષણોની તીવ્રતાને માપે છે.આ પરીક્ષણને ભારત સરકાર તરફથી કૉપિરાઇટ મંજૂરી મળી છે અને તે મોબાઇલ-વ્યસન-સંબંધિત તકલીફને ઓળખવા, સલાહ આપવા અને ઘટાડવામાં મદદ કરશે.
Site Admin | ડિસેમ્બર 3, 2025 9:28 એ એમ (AM)
સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયે મોબાઇલ ફોનના ઉપયોગ વિના થતી ચિંતાને ઓળખવા માટે મનોવૈજ્ઞાનિક પરીક્ષણ વિકસાવ્યું