સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જસાણી કોલેજની વિદ્યાર્થિની પ્રીશા ટાંકે માત્ર એક મહિનામાં 8 ચંદ્રક તથા 3 ટ્રોફી જીતવાની પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી છે. તેણે 8 ડિસેમ્બરે યોજાયેલી સૌરાષ્ટ્ર ઇન્ટર કોલેજ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પ્રીશાએ અલગ–અલગ ઇવેન્ટ્સમાં ભાગ લઈ 5 સુવર્ણ ચંદ્રક જીત્યા.
આ ઉપરાંત પોરબંદર ઓપન વોટર સી સ્વિમિંગ રાષ્ટ્રીય સ્પર્ધામાં એક કિલોમીટર ઇવેન્ટમાં ત્રીજો ક્રમ તથા 5 કિલોમીટર ઇવેન્ટમાં બીજો ક્રમ મેળવી ચંદ્રક અને ટ્રોફી પ્રાપ્ત કરી હતી. તે ઉપરાંત 19 જાન્યુઆરીએ વડોદરા ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં અલગ–અલગ ઇવેન્ટ્સમાં ભાગ લઈ 2 સુવર્ણ ચંદ્રક તથા એક રજત ચંદ્રક મેળવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 23, 2026 3:13 પી એમ(PM)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જસાણી કોલેજની વિદ્યાર્થિની પ્રીશા ટાંકે માત્ર એક મહિનામાં 8 ચંદ્રક તથા 3 ટ્રોફી જીતવાની પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી.