ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 13, 2025 8:04 પી એમ(PM)

printer

સૌરાષ્ટ્ર બાદ હવે મહેસાણામાં પણ આવતીકાલથી આઠની જગ્યાએ 10 કલાક ખેતીવાડી વીજ પૂરવઠો અપાશે

સૌરાષ્ટ્ર બાદ હવે મહેસાણામાં પણ આવતીકાલથી આઠની જગ્યાએ 10 કલાક ખેતીવાડી વીજ પૂરવઠો અપાશે. તેનાથી 43 હજાર ખેતીવાડી કૃષિ વીજ જોડાણને લાભ થશે. રાજ્ય સરકારના આ નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેતીવાડી વીજ પૂરવઠાનો સમય બે કલાક વધારતા ખેતીવાડી વીજ ઉપયોગ દૈનિક 4.4 કરોડ એકમથી વધીને 5.2 કરોડ એકમ થયો છે. તેનાથી અંદાજે 12 લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાણને લાભ મળી રહ્યો છે.