પશ્ચિમ ગુજરાત વિજકંપની લિમિટેડ દ્વારા એપ્રિલ 2024થી માર્ચ 2025ના નાણાકિય વર્ષ દરમિયાન 271 કરોડ રૂપિયા કરતાં વધુની વિજચોરી ઝડપવામા આવી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર- કચ્છમાં વીજ ચેકિંગ દરમિયાન કુલ ચાર લાખ 74 હજાર 347 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 63 હજાર 198 વીજ જોડાણમાં ગેરરીતી ઝડપાઇ હતી.વીજ ચોરીમાં ઝડપાયેલા વીજગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવી રહી છે. આ ઉપરાંત પીજીવીસીએલ દ્વારા વીજ તપાસની કામગીરી પણ સતત કરવામાં આવી રહી છે.
ફાઈલ ફોટો