ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 30, 2025 10:33 એ એમ (AM)

printer

સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગમાં આજે અતિશય ગરમી રહેવાની આગાહી.

રાજ્યમાં આગામી ચાર દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે-થી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી છે. જ્યારે આવતીકાલ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 40થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં આજે અતિશય ગરમી રહેવાની એટલે કે હિટવૅવની પણ શક્યતા છે એમ હવામાન ખાતાની યાદીમાં જણાવાયું છે.દરમિયાન, ગત 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 46 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું છે. જ્યારે કંડલા હવાઈમથક અને સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી, અમદાવાદ અને અમરેલીમાં 44 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 43 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહ્યું હતું. આ સિવાયના જિલ્લાઓ અને શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.