સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો વિજય થયો છે.
ગઈકાલે પ્રથમ દાવમાં દિલ્હીને 188 રન બનાવ્યા હતા જેની સામે સૌરાષ્ટ્રે 271 રન બનાવ્યા હતાં. અને આજે બીજા દિવસે દિલ્હીની ટીમ બીજા દાવમાં 94 રનમાં આઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રે જીત માટે 12 રનની જરૂર હતી. જે સૌરાષ્ટ્રની ટીમે 19 બોલમાં પૂરા કર્યાં હતાં. 10 વિકેટે વિજય મેળવ્યો હતો. રવિન્દ્ર જાડેજા ગઈકાલે પાંચ અને આજે સાત વિકેટ સાથે મેચમાં કુલ બાર વિકેટ ઝડપી હતી. જાડેજાને પ્લેયર ઓફ મેચનો ખિતાબ આપવામાં આવ્યો છે.
Site Admin | જાન્યુઆરી 24, 2025 7:17 પી એમ(PM) | રણજી ટ્રોફી
સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો વિજય થયો
