ફેબ્રુવારી 1, 2025 7:18 પી એમ(PM)

printer

સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતા 76 કિલોમીટર લાંબા સરદાર પટેલ રિંગ રોડને બે હજાર બસો કરોડ રૂપિયાનાં ખર્ચે છ માર્ગીય એટલે કે, સિક્સ લૅન બનાવાશે

સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતા 76 કિલોમીટર લાંબા સરદાર પટેલ રિંગ રોડને બે હજાર બસો કરોડ રૂપિયાનાં ખર્ચે છ માર્ગીય એટલે કે, સિક્સ લૅન બનાવાશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ- ઔડાના સ્થાપના દિવસ નિમિત્તે આજે કરાયેલી જાહેરાતથી અંદાજે એક લાખ વાહનચાલકનો સમય બચશે અને ટ્રાફિકમાંથી રાહત મળશે તેમ અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું હતું.
ઉપરાંત ભાટ સર્કલ, ચિલોડા સર્કલ તથા અસલાલી સર્કલ પર થતા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખી સિક્સ લૅન અંડરપાસ તથા હયાત ત્રાગડ અંડરપાસની બંને તરફ બીજા ડબલ નવા અંડરપાસ બનાવાશે. જ્યારે રિંગ રોડ પર તમામ હયાત વાહન અંડરપાસ-VUPની પહોળાઈ વધારવા તથા છ નવા ફૂટ ઑવરબ્રિજ પણ બનાવાશે.