સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ જગ્યાએ આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. આજે સવારે ત્રણ વાગ્યેને પાંચ મિનિટે કચ્છમાં બે પૂર્ણાંક સાતની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ આવ્યા હતા. તેનું કેન્દ્ર બિન્દુ ધોળાવીરાથી 41 કિલોમીટર દૂર નોંધાયું હતું.
જ્યારે સવારે નવ વાગ્યેને 58 મિનિટે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા. બે પૂર્ણાક સાતની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પોરબંદરથી 46 કિલોમીટર દૂર નોંધાયું હતું.
Site Admin | જાન્યુઆરી 13, 2026 3:16 પી એમ(PM)
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ જગ્યાએ આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા